આઠ ગુજરાતી સહિત 119 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને અમેરિકાએ ડિપોર્ટ કર્યા, બીજું વિમાન અમૃતસર પહોંચ્યું

Punjab News: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની બીજી ફ્લાઇટ અમૃતસર આવી પહોંચી છે. શનિવારે 119 ભારતીયોને લઇને આવેલુ અમેરિકન એરફોર્સનું વિમાન મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું. આમાંથી 60 થી વધુ પંજાબના અને 30 થી વધુ હરિયાણાના છે. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. આ ભારતીયોનો બીજુ જૂથ છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યું હતું અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે.
Comments
Post a Comment