પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા
49 Indians On Death Row In Eight Countries : પાકિસ્તાન-ચીન સહિત વિદેશની જેલોમાં કેટલા ભારતીયો કેદ છે અને કેટલા ભારતીયો ફાંસીની સજા ફટકારવામાં આવી છે? તે અંગે કેન્દ્ર સરકારે આજે રાજ્યસભામાં જવાબ સાથે ડેટા રજૂ કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, વિદેશમાં 10,152 ભારતીય નાગરિકોને વિવિધ ગુના હેઠળ દોષિત જાહેર કરાયા છે અથવા તો ટ્રાયલ હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે 49 ભારતીય નાગિરકોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
UAEમાં સૌથી વધુ 25 ભારતીય નાગરિકો ફાંસીની રાહમાં
ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ (IUML)ના રાજ્યસભા સાંસદ અબ્દુલ વહાબે વિદેશની જેલોમાં બંઘ ભારતીય નાગરિકો અંગે પ્રશ્ન પૂછતા કેન્દ્ર સરકાર તરફથી વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ રાઠોડે રાજ્યસભામાં લેખીતમાં જવાબ આપી કહ્યું કે, ‘વિદેશની જેલોમાં બંધ 10152 ભારતીયોમાંથી 49 નાગરિકોને ફાંસીની સજા અપાઈ છે.
Comments
Post a Comment