દિલ્હીની વાત : સંઘના પ્રતિનિધિઓની બેઠક પહેલા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર થશે
છેલ્લાં ઘણા મહિનાઓથી જેપી નડ્ડાને સ્થાને ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે એની ગરમાગરમ ચર્ચાઓ થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા પ્રમાણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની બેઠક બેંગલુરુ ખાતે ૨૧થી ૨૩ માર્ચ સુધી યોજાશે. એમ મનાય છે કે, આ બેઠક પહેલા ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થઈ જશે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલા ૫૦ ટકા રાજ્યોમાં ભાજપએ સંગઠનની ચૂંટણી કરવી પડશે. નક્કી કરેલા રાજ્યોમાં ૧૪મી માર્ચ પહેલા સંગઠનોની ચૂંટણી થવી જરૂરી છે. ભાજપના બંધારણમાં આ પ્રકારનો ઉલ્લેખ છે.
Comments
Post a Comment