'કાયમ માટે સસ્પેન્ડ કરો', અબુ આઝમી અને અખિલેશ યાદવ પર ભડક્યાં ઉદ્ધવ ઠાકરે
Aurangzeb Controversy: શિવસેના (UTB) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના ધારાસભ્ય અબુ આઝમીને બજેટ સત્રથી સસ્પેન્ડ કરવાનું સમર્થન કરતા કહ્યું કે, સસ્પેન્ડ કાયમ માટે થવા જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે, 'તેમને હંમેશા માટે સસ્પેન્ડ કરી દેવા જોઈએ. આ માત્ર બજેટ સત્ર માટે ન થવું જોઈએ, સસ્પેન્ડ કાયમી થવા જોઈએ.'
ઉદ્ધવ ઠાકરેએ અબુ આઝમીના સસ્પેન્ડ કરવા પર સપા પ્રમુખ અખિલેશ યાદવની 'X' પોસ્ટ પર પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'જો સસ્પેન્ડ કરવાનો આધાર વિચારધારાથી પ્રભાવિત થવા લાગે, તો અભિવ્યક્તિની આઝાદી અને ગુલામીમાં કોઈ ફરક નહીં રહે.'
Comments
Post a Comment