Explainer: સોનું દુબઈમાં ભારત કરતા કેટલું સસ્તું છે? જાણો કેટલું લાવવાની છૂટ છે અને કેટલી બચત થઈ શકે
Dubai-India Gold Price : હાલમાં જ કન્નડ અભિનેત્રી રાન્યા રાવ 14.2 કિલો સોનાની તસ્કરી કરતી ઝડપાઈ ગઈ હતી. આ માટે તે વારંવાર દુબઈ જતી હતી. દુબઈથી ભારતમાં થતી સોનાની દાણચોરી નવાઈની વાત નથી, પણ જાણીતી અભિનેત્રી આ ગુનામાં સંડોવાઈ હોવાથી આ મામલો હાલ લોકજીભે ચઢ્યો છે. દુબઈમાં ભારત કરતાં સોનું સસ્તું છે, એ તો સૌને ખબર છે. દુબઈ જતો લગભગ પ્રત્યેક ભારતીય પરત ફરતી વખતે થોડુંઘણું સોનું તો લાવતો જ હોય છે.
Comments
Post a Comment