રાહુલ ગાંધી એપ્રિલમાં જશે અમેરિકા, અપ્રવાસી ભારતીયોને કરશે સંબોધિત
Rahul Gandhi visit US: કોંગ્રેસ સાંસદ અને લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં અમેરિકાની મુલાકાતે જશે. આ દરમિયાન રાહુલ ગાંધી બોસ્ટન ખાતે બ્રાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે.
અમેરિકાની યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારતના લોકો સાથે મુલાકાત કરશે અને ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત પણ કરશે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધીના 20 એપ્રિલે અપ્રવાસી ભારતીયોને સંબોધિત કરશે અને 21 એપ્રિલે બ્રાઉન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લેશે.
Comments
Post a Comment