IND vs NZ: ગાંગુલીનું અધૂરું સપનું રોહિત શર્માએ 25 વર્ષ બાદ પૂરું કર્યું, જીતી 'ચેમ્પિયન્સ ટ્રૉફી'
Team India Won ICC Champions Trophy: રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 25 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડથી પોતાનો બદલો પૂરો કર્યો છે. આ બદલો ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો છે. 25 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2000ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ ટીમ સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમને હરાવીને ચેમ્પિયન બની હતી.
તે ફાઈનલમાં દાદા એટલે ગાંગુલીએ 117 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને જીત અપાવી શક્યા ન હતા. પરંતુ આ વખતે રોહિતે કપ્તાની ઈનિંગ રમતા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં 76 રનની તાબડતોબ ઈનિંગ રમી અને પોતાની ટીમને જીત પણ અપાવી.
Comments
Post a Comment