નવા-જૂનીનાં એંધાણ? કિમ જોંગ ઉને મિસાઈલ પરીક્ષણ કર્યા બાદ અમેરિકાએ દક્ષિણ કોરિયા મોકલ્યા જંગી જહાજો
American USS Carl Vinson Aircraft Carrier : ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તાજેતરમાં જ ક્રૂઝ મિસાઈલનું પરિક્ષણ કર્યા બાદ હવે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ મિત્રતા અને ગઠબંધનની તાકાત બતાવવા માટે દક્ષિણ કોરિયા જંગી જહાજોનો કાફલો મોકલ્યો છે. અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર USS Carl Vinson દક્ષિણ કોરિયાના બુસાન પોર્ટ પર પહોંચ્યું છે. બંને દેશોએ ઉત્તર કોરિયા સહિત સમગ્ર વિશ્વને પોતાની તાકાત બતાવવા માટે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. દક્ષિણ કોરિયન સેનાએ કહ્યું કે, ‘ઉત્તર કોરિયાની ધમકીઓનો જવાબ આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. અમારા અને અમેરિકાનો આ નિર્ણય સૈન્ય ભાગીદારીની મજબૂતી દર્શાવી રહી છે.
Comments
Post a Comment