યુક્રેનની સુરક્ષા કરવા માટે ફ્રાન્સ-બ્રિટનનો પ્લાન તૈયાર, 30થી વધુ દેશોના સેના પ્રમુખોની બેઠક યોજી માંગશે મદદ
Russia-Ukraine War : રશિયા-યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવા અનેક દેશો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકા પણ રશિયાના પક્ષમાં ઉભો રહી યુદ્ધ સમાપ્ત કરવા માટે યુક્રેન પર દબાણ વધારી રહ્યું છે. થોડા દિવસો પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેને કરાતી સૈન્ય મદદ પણ બંધ કરી દીધી છે. આ ઉપરાંત તેમણે તાજેતરમાં અમેરિકાની મુલાકાતે આવેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે રકઝક કરી હતી, જે મુદ્દે રશિયાએ પણ ખુશી વ્યક્ત કરી હતી. જોકે હવે 30થી વધુ દેશો ઝેલેન્સ્કીની વહારે આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
Comments
Post a Comment