અભિનેત્રી રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું સોનું ઉતાર્યું હતું, તપાસમાં સ્વીકાર્યુ


Ranya rao News : કન્નડ અભિનેત્રી અને આઈપીએસ અધિકારીની દિકરી રાન્યા રાવની બેંગલુરૂ એરપોર્ટ પર દાણચોરીના 15 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ એજન્સીઓ સમક્ષ રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર પણ દાણચોરીનું સોનું ઉતાર્યું હોવાની કબૂલાત કરી હોવાનું કસ્ટમનાં સૂત્રોએ જણાવ્યું છે. રાન્યા રાવ પોતે અમદાવાદ એરપોર્ટ પર નહોતી ઉતરી પણ તેની સાથે સંકળાયેલા મહિલાઓ દાણચોરીના સોના સાથે ઉતરી હોવાનું તેણે કબૂલ્યું છે. 

રાન્યાની કબૂલાતના આધારે કસ્ટમ વિભાગે અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરી કરતી મહિલા પેડલર્સની યાદી તૈયાર કરી છે. સૂત્રોનું કહેવું છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીમાં લગભગ 150 મહિલા સામેલ છે.

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ