અમેરિકામાં ગેરકાયદે રહેનારાઓ પર તવાઈ, 50 દિવસમાં 32000 લોકોની ધરપકડ, 1.10 કરોડ લોકો પર હજુ સંકટ
US Immigration : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે સત્તા સંભાળ્યા બાદ દેશમાં ગેરકાયદેસર રહેનારા લોકો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અહેવાલો મુજબ ટ્રમ્પ તંત્રે ગેરકાયદે લોકો વિરુદ્ધ દેશનિકાલનું અભિયાન શરૂ કર્યા બાદ 50 દિવસમાં 32000 લોકોની ધરપકડ કરી છે. જ્યારે જાન્યુઆરી 2025 સુધીમાં અંદાજ મુજબ આશરે 1 કરોડ 10 લાખ લોકો દસ્તાવેજ વગરના ઈમિગ્રન્ટ્સ હોવાનો ખુલાસો થયો છે.
21 જાન્યુઆરી બાદ 50 દિવસમાં 32,000થી વધુ ઈમિગ્રન્ટની ધરપકડ
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ICE)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના શપથ ગ્રહણના એક દિવસ બાદ એટલે કે 21 જાન્યુઆરીથી ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે દેશમાં ગેરકાયદે રહેતા 32,000થી વધુ ઈમિગ્રન્ટની ધરપકડ કરી છે.
Comments
Post a Comment