શાળાએ જતાં બાળકોને વાહન આપતા વાલીઓ ખાસ ચેતજો, પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ


Ahmedabad Traffic Police: શહેરમાં કેટલાંક વાલીઓ બેદરકારી દાખવીને બાળકોને વાહન ચલાવવામાં આપતા હોવાથી અનેક ગંભીર અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદમાં આવેલી વિવિધ સ્કૂલમાં મોટાપ્રમાણમાં વિદ્યાર્થીઓ લાયસન્સ ન હોવા છતાંય, ટુ વ્હીલર લઈને આવતા હોય છે. જે અનુસંધાનમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલમાં વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે અને બાળકોને વાહન આપનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. 

સગીર વાહનચાલકો અનેક અકસ્માત સર્જ્યા

શહેરના સરદારનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક 15 વર્ષની સગીરાએ સોસાયટીના ગેટ પાસે કારને પુરઝડપે હંકારીને સોસાયટીમાં જ રહેતા એક વ્યક્તિને ટક્કર મારતા તેનું મોત નિપજ્યાંની ઘટના બની હતી.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ