Champions Trophy 2025: ભારતનો ઓસ્ટ્રેલિયા સાથે 14 વર્ષથી બાકી બદલો અમદાવાદ પછી આજે પૂરો થયો, જીત સાથે કરી પાંચ મોટી કમાલ
Champions Trophy 2025: આજે (4 માર્ચ) ચેમ્પિયન્સ ટ્રૉફીની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું. આ જીત સાથે ભારતીય ટીમે ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી. ભારતીય ટીમની જીતનું મોટું કારણ વિરાટ કોહલી અને મોહમ્મદ શમી રહ્યા છે. વિરાટ કોહલીએ 84 રનની ઈનિંગ રમી જ્યારે મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી. આ જીત સાથે જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલથી બહાર કરી દીધું છે. વર્ષ 2023માં વનડે વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને મ્હાત આપી હતી.
Comments
Post a Comment