અમેરિકન રાજદૂતે પુતિનને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'તેઓ યુદ્ધ સમાપ્ત કરવા ઈચ્છે છે'
Russia-Ukraine War updates: સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકા અને રશિયા વચ્ચે સોમવારે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રમ્પ વહીવટીતંત્રના ખાસ દૂત સ્ટીવ વિક્ટકૉફ અને ક્રેમલિનના પ્રતિનિધિઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ચર્ચા થઈ હતી. જો કે, કેટલાક મુદ્દાઓ પર અસહમતિ દર્શાવાઈ છે, જેમાં ઉર્જા સુવિધાઓ, નાગરિકો પર હુમલા રોકવા અને બ્લેક સીમાં શિપિંગ સુરક્ષા સામેલ છે.
આ વચ્ચે અમેરિકન રાજદૂત સ્ટીવ વિટકૉફે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, 'પુતિન યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માગે છે.
Comments
Post a Comment