રાહુલ ગાંધીએ સિનિયર નેતાઓનો ઉધડો લીધો, કોંગ્રેસ કાર્યકર્તાઓએ કહ્યું શીર્ષ નેતૃત્વને કારણે ગુજરાતમાં પાર્ટીનું પતન
Gujarat Politics: રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, લોકસભામાં નેતા વિપક્ષ બન્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જુલાઈ, 2024માં કહ્યું હતું કે, અમે ગુજરાતમાં મોદી અને ભાજપને હરાવીશું. જો કે, ગત વિધાનસભા ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે. ત્યારબાદ હવે રાહુલ ગાંધી ભાજપને તેના જ મજબૂત ગઢ ગુજરાતમાં ઘેરવા માગે છે.
Comments
Post a Comment