મ્યાનમારમાં મોતનું તાંડવ, મૃતકાંક 1700 પહોંચ્યો, ઈજાગ્રસ્તો 3500, બ્લડ બેન્કોમાં લોહીની અછત
Myanmar Earthquack News : મ્યાનમારમાં શુક્રવારે આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સેંકડો ઈમારતોના કાટમાળમાંથી વધુ ને વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેને પગલે દક્ષિણ-પૂર્વ એશિયન દેશમાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1700ને પાર થઈ ગયો છે જ્યારે 3500થી વધુ ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. મ્યાનમારના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં મોટાપાયા પર બચાવ અભિયાન પણ શરૂ કરાયું છે. ગઈકાલના ભૂકંપના આચકાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે ત્યારે શનિવારે પણ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.1 નોંધાઈ હતી.
Comments
Post a Comment