સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરનો 8 દિવસનો અંતરિક્ષ પ્રવાસ 9 મહિના સુધી કેમ લંબાયો ?
Sunita Williams and NASA News : પૃથ્વી પરના કોઇ સ્થળે થોડાક કલાકો માટે ગયા હોઇએ અને દિવસોના દિવસો રહેવું પડે તો કેવું લાગે ? જયારે સ્પેસ એસ્ટ્રોનટ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર પૃથ્વીથી 400 કિમી દૂર સ્પેસ સ્ટેશનમાં માત્ર 8 દિવસ માટે ગયા હતા. તેના સ્થાને 9 મહિના રોકાવું પડયું હતું. અમેરિકી સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર લાવવામાં આવી રહયા છે. યાન 17 કલાકનો પ્રવાસ કરીને ફલોરિકા પહોંચી ગયું છે. આ સાથે જ 286 દિવસ પછી બંને અવકાશયાત્રીઓના નસીબે પૃથ્વી પર કદમ મંડાયા છે.
Comments
Post a Comment