ઈલોન મસ્ક મુશ્કેલીમાં મૂકાયા,ડાબેરીઓ દ્વારા ટેસ્લાના વાહન-ડીલરશિપ પર હિંસક હુમલા


Elon Musk News :  ઈલોન મસ્કની કંપની ટેસ્લા અને તેના વાહનો તથા કારની ડિલરશિપ ધરાવતાં લોકોને ડાબેરીઓ દ્વારા અમેરિકામાં સતત હિંસાના લક્ષ્ય બનાવવામાં આવતાં  ઇલોન મસ્કે આ હુમલાઓની પોડકાસ્ટ દ્વારા જાહેર ટીકા કરી છે તો ટ્રમ્પ વહીવટીતંત્રએ આ તોફાની તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે તેવી ધમકી આપવી પડી છે. સિયેટલમાં અને લાસ વેગાસમાં એક સાયબર ટ્રક તથા કારને આગ ચાંપવામાં આવી હતી તો દેશભરમાં આવેલાં ટેસ્લાના શો રૂમ્સ અને ડિલરશિપ્સ પર મોલોટોવ કોકટેઇલ- એકપ્રકારના હાથબોમ્બ- ફેંકી હિંસક હુમલા કરવાની  તથા ગોળીબાર કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ બની છે. સલામતિના કારણોસર કેનેડામાં ઇન્ટરનેશનલ ઓટો શોમાંથી પણ ટેસ્લાને દૂર કરાઇ છે. 

 પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ તરીકે હોદ્દો સંભાળી ઈલોન મસ્કને સરકારી ખર્ચ ઘટાડવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી-ડોજે-નો વડો બનાવ્યો તે પછી મસ્કે ભરેલાં પગલાંથીનારાજ લોકો દ્વારા ટેસ્લા પર થતાં હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રમુખ ટ્રમ્પની પહેલી મુદત દરમ્યાન તેમની ન્યુયોર્ક અને વોશિંગ્ટનમાં આવેલી સંપત્તિઓ તેમની સામે વિરોધ કરવાના સ્થળો બની ગયા હતા.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ