અનેક દેશો સાથે તણાવ વચ્ચે ટ્રમ્પ આજે અમેરિકન સંસદને સંબોધશે, આખી દુનિયાની નજર ટકી
Donald Trump News | અમેરિકન પ્રમુખ બન્યાના બીજા કાર્યકાળ બાદ આજે પહેલીવાર તેઓ યુએસ કોંગ્રેસને સંબોધવા જઈ રહ્યા છે. આ સંબોધન પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબંધોનમાં કંઇક મોટું થવાનું છે અને તેની થીમ ધ રિન્યૂઅલ ઓફ ધી અમેરિકન ડ્રીમ રહેવાની છે. એવી ચર્ચા છે કે તેઓ ટેરિફ વૉરથી માંડીને યુક્રેન સાથે મિનરલ ડીલ સહિત અનેક મહત્ત્વના મુદ્દાઓ પર મોટી જાહેરાત કરી શકે છે. ભારતીય સમય મુજબ, ટ્રમ્પ આજે સવારે 7.30 વાગ્યે ભાષણ આપશે.
Comments
Post a Comment