VIDEO: પાકિસ્તાન ફરી મહામુશ્કેલીમાં, ગોળીબાર-હિંસાના વિરોધમાં લાખો બલૂચો રસ્તા પર ઉતર્યા
Pakistan Crisis : બલુચિસ્તાનના નાગરિકોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ (PM Shahbaz Sharif)ની ઊંઘ હરામ કરી નાખી છે. વાસ્તવમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ દેખાવો (Baloch Protest) કરી રહેલા બલૂચ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી, જેના કારણે બલૂચના લોકો ભારે ગુસ્સામાં આવી ગયા છે અને તેઓ પાકિસ્તાન સરકાર તેમજ સુરક્ષા દળો વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બલૂચના પુરુષો જ નહીં મહિલાઓ પર આક્રમક બની રેલીઓમાં જોડાઈ રહી છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાને અનેક બલૂચ નેતાઓની ધરપકડ કરી છે, જેના કારણે દેખાવકારો તેમને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે.
રેલીઓ, સૂત્રોચ્ચાર, મહિલાઓનો પણ વિરોધ
Comments
Post a Comment