ટ્રમ્પનો દાવ ઊંધો પડ્યો: પહેલા ટેરિફની ધમકી, હવે ડીલ કરવા તૈયાર
US President Donald Trump Tariff War : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન સહિત અનેક દેશો સાથે ‘ટેરિફ વૉર’ શરૂ કરી દીધી છે, જોકે તાજેતરમાં જ ટ્રમ્પના વલણો જોતા તેઓ પોતે જ મુશ્કેલીમાં મુકાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વાસ્તવમાં ભારતીય શેરબજાર (Indian Stock Market)માં આજે (6 માર્ચ) તેજી જોવા મળી છે, જેનું મુખ્ય કારણ અમેરિકા-કેનેડા-મેક્સિકો વચ્ચે થયેલા સમજૂતી કરાર હોવાનું કહેવાય છે.
ટ્રમ્પ કેનેડા-મેક્સિકોને ટેરિફમાં રાહત આપશે
મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકન કોમર્સ સેક્રેટરી હૉવર્ડ લટનિકે સંકેત આપ્યો છે કે, ટ્રમ્પ સરકાર કેટલીક બાબતોમાં ટેરિફ પર રાહત આપી શકે છે. ખાસ કરીને કેનેડા અને મેક્સિકો તરફથી આવતા સામાનો પર ટેક્સમાં રાહત મલી શકે છે.
Comments
Post a Comment