IND vs AUS : વરસાદના કારણે ભારત-ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલ રદ થાય તો કઈ ટીમ પહોંચશે ફાઈનલમાં? જુઓ ગણિત
India vs Australia Champions Trophy 2025 : ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની તમામ મેચો જીતીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે રોહિત શર્માની ટીમ જાણે છે કે, નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયા ટીમ કેટલી મજબૂત છે. મેચ પહેલા રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કડક ટક્કર મળવાની છે. બંને દેશો વચ્ચે ચોથી માર્ચે દુબઈમાં સેમીફાઈનલ મેચ રમાવાની છે. બીજીતરફ ચેમ્પિયન ટ્રોફીમાં અગાઉ વરસાદને કારણે ત્રણ મેચો ધોવાઈ ગઈ હતી, જેના કારણે ક્રિકેટ રસિયાઓ આગામી બે સમિફાઈનલ મેચને લઈ ચિંતિત બન્યા છે. ચર્ચા છે કે, જો વરસાદના કારણે ભારત-ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલ રદ થાય તો કંઈ ટીમ ફાઈનલમાં પહોંચશે? તો જાણિયે દુબઈનું હવામાનની સેમીફાઈનલ પર કેવી અસર થશે.
Comments
Post a Comment