'યુક્રેન યુદ્ધવિરામ માટે સહમત, આશા છે કે હવે પુતિન પણ...' ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી મોટો દાવો
Donald Trump on Ukarain and Russia War : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને આશા છે કે રશિયા અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ યુદ્ધવિરામ યોજના પર સંમત થશે અને અમેરિકા અને રશિયા વચ્ચે જલદી જ બેઠક યોજાશે. પત્રકારોને આપેલા નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે હું હવે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીને પણ ટૂંક સમયમાં વ્હાઇટ હાઉસ પાછા બોલાવીશ.
ટ્રમ્પે શું કહ્યું?
ગત મહિને ઓવલ ઓફિસની બેઠક દરમિયાન ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને ઝેલેન્સકી અમેરિકા સાથે મહત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના વોશિંગ્ટન છોડીને ચાલ્યા ગયા હતા. ટ્રમ્પે કહ્યું કે મને આશા છે કે આગામી દિવસોમાં ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પર સંપૂર્ણ વિરામ લાગી શકે છે.
Comments
Post a Comment