ડિજિટલ ઈકોનોમી સામે સાયબર ફ્રોડનું જોખમ, 20000 કરોડના નુકસાનની શક્યતા : રિપોર્ટ
Cyber Fraud News | દેશની ડિજિટલ ઈકોનોમી માટે સાયબર ફ્રોડ ગંભીર ખતરો બની ગયો છે. સાયબર ફ્રોડના કારણે આ વર્ષે લગભગ રૂપિયા 20 હજાર કરોડનું નુકસાન થઈ શકે છે. આ મામલાઓએ સામાન્ય લોકો જ નહીં પરંતુ બેંકો અને નાણાકીય સંસ્થાઓની ચિંતામાં પણ વધારો કર્યો છે.
સાયબર અપરાધો વિશે જાગૃતિ ફેલાવનારી એઆઈ કંપનીએ પાછલા વર્ષના આંકડા અને ભવિષ્યના ટ્રેન્ડ વિશે અનુમાન લગાવતા કહ્યું છે કે, આ વર્ષે રૂપિયા 9000 કરોડની છેતરપિંડી જાણીતી બ્રાન્ડના નામનો દુરુપયોગ કરીને કરવામાં આવશે. સાયબર ક્રાઈમના કુલ કેસોમાં ત્રીજા ભાગના કેસ બ્રાન્ડના નામના દુરુપયોગના હોય છે.
Comments
Post a Comment