પાકિસ્તાનની ટ્રેન હાઈજેક કરીને બલૂચ આર્મી કઈ ડીલ કરવા માગે છે? સેના સાથે સીધો મુકાબલો શા માટે? જાણો
Pakistan Train Hijack: બલુચિસ્તાનમાં ચાલી રહેલા આંદોલને ફરી એકવાર આતંકવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી છે. રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કરીને ટ્રેન અટકાવી હતી. જેમાં પાકિસ્તાની સેના, પોલીસ અને ISIના અધિકારીઓ સહિત 182 સૈનિકોને બંધક બનાવ્યા છે. જે દરમિયાન અથડામણમાં 20 પાકિસ્તાની સેનાના સૈનિકો અને 3 બલૂચ આર્મી આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઘટનાએ પાકિસ્તાન સરકાર અને સેના માટે ગંભીર સંકટ ઊભું કર્યું છે.
Comments
Post a Comment