'6 મહિનામાં પેટ્રોલ ગાડીઓ જેટલી કિંમતે વેચાશે ઈલેક્ટ્રિક વ્હિકલ...' નીતિન ગડકરીની મોટી જાહેરાત
Nitin Gadkari on EV : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી 6 મહિનામાં દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) ના ભાવ પેટ્રોલ વાહનો જેટલા જ થઈ જશે. નીતિન ગડકરીએ 32મા કન્વર્જન્સ ઇન્ડિયા અને 10મા સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એક્સ્પોને સંબોધન કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ-વેનું બાંધકામ પૂર્ણ થવાના આરે
ગડકરીએ કહ્યું કે 212 કિલોમીટર લાંબા દિલ્હી-દહેરાદૂન એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસવેનું બાંધકામ આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત ગડકરીએ જણાવ્યું હતું કે સરકારની નીતિ આયાત અવેજી, ખર્ચ અસરકારકતા, પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી ઉત્પાદનની છે.
Comments
Post a Comment