નેપાળની સંસદમાં સંશોધન બિલ રજૂ કરાયું, નવા નકશામાં ભારતના ત્રણ ક્ષેત્રનો સમાવેશ


પટના, તા. 31 મે 2020, રવિવાર

ભારત અને નેપાળ વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. નેપાળ સરકારે નવા રાજકીય નકશા સંબંધી બંધારણ સંશોધન બિલ પોતાની સંસદમાં રજૂ કર્યું છે. નેપાળના કાયદા મંત્રી શિવમાયા તુંબાહંફેએ સંસદમાં નવા નકશા સંબંધી બિલ રજૂ કર્યું છે. નેપાળના આ નવા નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. 

છેલ્લા થોડા સમયથી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધમાં કડવાશ વ્યાપી છે. જોકે નેપાળ ભારતનું જૂનું મિત્ર રહી ચુક્યું છે. નેપાળી કોંગ્રેસ નેપાળના નકશાને અપડેટ કરવા માટે બંધારણ સંશોધનનું સમર્થન કરી રહી છે અને કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાના વિવાદિત ક્ષેત્રોને પોતાનામાં સામેલ કરવા ઈચ્છે છે. આ પગલું નેપાળના નકશાને બદલવા માટે ભરવામાં આવી રહ્યું છે. 

જ્યારે નેપાળે પોતાના નવા રાજકીય નકશામાં ભારતીય ક્ષેત્રને પોતાનો હિસ્સો ગણાવ્યું હતું ત્યારે જ ભારતની પ્રતિક્રિયા સામે આવી ગઈ હતી. વિદેશ મંત્રાલયે નેપાળે ભારતના સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઈએ તે અર્થનું નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે નેપાળ સરકારને આવા બનાવટી કાર્ટોગ્રાફિક પ્રકાશિત કરવાથી બચવા વિનંતી કરી હતી. સાથે જ ભારતના સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડીતતાનું સન્માન કરવા જણાવ્યું હતું.

જાણો વિવાદનું કારણ

નેપાળ સરકારે નવા નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા ક્ષેત્રનો સમાવેશ કર્યો તેને લઈ ભારતને વાંધો છે. નેપાળ કેબિનેટની બેઠકમાં નેપાળના ભૂમી સંસાધન મંત્રાલયે નેપાળનો આ સંશોધિત નકશો રજૂ કર્યો હતો અને તે સમયે ત્યાં ઉપસ્થિત કેબિનેટ સદસ્યોએ તેના સમર્થનમાં મત આપ્યો હતો. જ્યારે ભારતે તાત્કાલિક વિરોધ નોંધાવ્યો હતો. 

ઉલ્લેખનીય છેકે, ગત 8મી મેના રોજ ભારતે ઉત્તરાખંડના લિપુલેખથી કૈલાશ માનસરોવર માટેના માર્ગનું ઉદ્ઘાટન કર્યું હતું. તેને લઈ નેપાળ તરફથી આકરી પ્રતિક્રિયા સામે આવી હતી અને ઉદ્ઘાટન બાદ નેપાળ સરકારે નવો રાજકીય નકશો બહાર પાડવાનો નિર્ણય લીધો હતો. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે