આવતીકાલથી દોડશે 200 સ્પેશ્યલ ટ્રેન, 90 મીનિટ પહેલા પહોંચવું પડશે સ્ટેશન

નવી દિલ્હી, તા. 31 મે 2020, રવિવાર

દેશમાં આવતીકાલ 1લી જુનથી 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે. તેમાં એસી અને નોન એસી ટ્રેનો સામેલ છે. રેલવે પ્રમાણે પહેલાં જ દિવસે 1.45 લાખથી વધારે મુસાફરો મુસાફરી કરશે. રેલવેનું કહેવું છે કે, લગભગ 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી સ્પેશ્યલ ટ્રેનમાં મુસાફરી માટે બુકિંગ કરાવી છે.

મુસાફરો માટે દિશા-નિર્દેશ જાહેર

રેલવેએ મુસાફરો માટે કેટલાક દિશા-નિર્દેશ જાહેર કર્યાં છે. મુસાફરોએ પ્રસ્થાન સમયથી 90 મીનિટ પહેલાં સ્ટેશન પહોંચવું પડશે. જે લોકો પાસે કન્ફર્મ/આરએસી ટીકિટ હશે માત્ર તેમને જ સ્ટેશનમાં જવા અને ટ્રેનમાં બેસવાની મંજુરી આપવામાં આવશે. મુસાફરોએ મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. જ્યારે મોબાઈલ આરોગ્ય સેતુ એપ પણ રાખવી પડશે. મુસાફરોને ફરજિયાત મેડિકલ તપાસ કરાવવી પડશે. માત્ર લક્ષણો વગરના મુસાફરો જ ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજુરી આપવામાં આવશે.

ટીટીઈ ટાઈ અને કોટ પહેરવો ફરજિયાત નહી

રેલવેએ એક જુનથી શરૂ થનારી 200 સ્પેશ્યલ ટ્રેનમાં ટિકિટની તપાસ કરનારા કર્મચારીઓ માટે દિશા નિર્દેશ જાહેર કર્યાં છે. 167 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર રેલવેએ ટ્રેનમાં સવાર ટીટીઈ માટે ટાઈ અને કોટ પહેવાની અનિવાર્યતા પૂર્ણ કરી દેવામાં આવી છે. ટીટીઈને મેગ્નિફાઈ ગ્લાસ આપવામાં આવશે જેથી દુરથી ટીકિટ ચકાસી શકે. ટીટીઈ કર્મચારીઓને સુરક્ષા માટે તેમને માસ્ક, ફેસ શીલ્ડ, ગ્લવ્ઝ, માથું ઢાંકવા માટેનું કવર, સેનિટાઈઝર અને સાબુ સહિતની વસ્તુઓ આપવામાં આવશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે