જમ્મુ-કાશ્મીરમાં ટળ્યો મોટો આંતકી હુમલો, પુલવામાં જેવું ઘડાયું હતું ખતરનાક કાવતરું


શ્રી નગર, તા. 28 મે 2020 ગુરૂવાર

જમ્મુ-કાશ્મીરમાં ગુરૂવારે પુલવામા જેવા આતંકી હુમલાના ષડયંત્રને સેનાએ નાકામ કરી દીધો છે. અહીં પુલવામાની પાસે એક સેન્ટ્રો ગાડીમાં IED પ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ. જેની ઓળખ થઈ ગઈ. બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ તક જોઈને આ બોમ્બને ડિફ્યુઝ કરી દીધો.

પુલવામા પોલીસ સીઆરપીએફ અને આર્મીએ એક સાથે એક્શન લેતા આ ગાડીની ઓળખ કરાઈ અને આમાં IED હોવાની જાણ થઈ. ત્યારે બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડને બોલાવવામાં આવ્યા અને અંતે આ IED બ્લાસ્ટને ટાળી દેવાયો.

ગાડીને હિઝ્બુલ મુઝાહિદ્દીનનો એક આતંકી ચલાવી રહ્યો હતો જે શરૂઆતી ફાયરીંગ બાદ ભાગી ગયો. આ કેસને હવે NIAને સોંપવામાં આવ્યો છે. આ ગાડીને પુલવામાના રજપુરા રોડની પાસે શાદીપુરામાં પકડવામાં આવ્યો.

સફેદ રંગની સેન્ટ્રો કારમાં ટુ વ્હીલરની નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. જે કઠુઆની રજિસ્ટર્ડ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે આને ટ્રેક કરી જે બાદ બૉમ્બની તપાસ કરવામાં આવી.બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડને બોલાવ્યા પહેલા આસપાસના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો