પુલવામા પાર્ટ-2 કાવતરુઃ CRPFના 400 જવાનો ટાર્ગેટ પર હતા

શ્રીનગર, તા. 28 મે 2020, ગુરૂવાર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં 40 કિલો વિસ્ફોટકો ભરેલી કાર ઝડપાયા બાદ સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.

દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસ આ મામલે એક પછી એક સ્ફોટક ખુલાસાઓ કરી રહી છે. પોલીસનુ કહેવુ છે કે, પુલવામા કરતા પણ મોટો હુમલો કરવાની યોજના હતી. આ વિસ્ફોટકોથી સીઆરપીએફની 20 ગાડીઓ અને 400 જવાનોને ટાર્ગેટ બનાવવાની યોજના હતી..જોકે પોલીસે વરતેલી સતર્કતાના કારણે આતંકીઓ સફળ થઈ શક્યા નથી.

પોલીસનુ કહેવુ છે કે,આ કાવતરામાં ત્રણ આંતકીઓ સામેલ છે. જેમાં એકનુ નામ આદિલ અને બીજાનુ નામ ફૌજી ભાઈ છે. ત્રીજો વ્યક્તિ કારનો ડ્રાઈવર છે. જેની તપાસ પોલીસ કરી રહી છે.

પોલીસને શંકા છે કે, ગુરુવારે સવારે સાત વાગ્યે સીઆરપીએફની 20 ગાડીઓનો કાફલો શ્રીનગરથી જમ્મુ જવા નિકળ્યો હતો. કદાચ આ કાફલાને ટાર્ગેટ કરવાનો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે