શિવરાજસિંહ ચૌહાણે સમજાવ્યો MODI શબ્દનો નવો અર્થ, પ્રશંસાના પુલો બાંધ્યા

નવી દિલ્હી, તા.30 મે 2020, શનિવાર

મોદી સરકારની બીજી ઈનિંગને એક વર્ષ પુરુ થયુ છે ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે તો અનોખી રીતે સરકારને અને પીએમ મોદીને આ માટે અભિનંદન આપ્યા હતા.

શિવરાજસિંહ ચૌહાણે મોદીની પ્રશંસાના પુલો બાંધી દીધા હતા. તેમણે MODI શબ્દના દરેક અક્ષરને પીએમ મોદીના ગુણો સાથે જોડીને બતાવ્યા હતા. શિવરાજે કહ્યુ  હતુ કે,  Mનો અર્થ થાય છે મોટિવેશનલ, મોદી ભારતને વધારે ઉંચાઈઓ પર લઈ જવા કામ કરે છે અને આપણને પ્રેરણઆ આપે છે. Oનો અર્થ થાય છે ઓપોર્ચ્યુનીટી, તેઓ દેશમાં છુપાયેલી તકોને બહાર લાવી રહ્યા છે.

તેમણે આગળ કહયુ હતુ કે, Dનો અર્થ ડાયનેમિક લીડરશીપ એટલે કે ગતિશીલ નેતૃત્વનો અર્થ થાય છે અને Iનો અર્થ ઈન્સ્પિરેશન, પીએમ મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે પ્રેરિત કર્યુ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે