ચીનની ચેતવણીઃ અમેરિકા સાથે જે શીત યુદ્ધ ચાલી રહ્યું છે તેનાથી ભારત દૂર રહે


નવી દિલ્હી, તા. 1 જૂન 2020, સોમવાર

ચીન અને અમેરિકા વચ્ચે ઘણા લાંબા સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થયા છે. આ કારણે ચીને ભારતને આકરી ચેતવણી આપીને અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરથી દૂર રહેવા જણાવ્યું છે. ચીની મુખપત્રમાં ભારત માટે સલાહના સૂરમાં લખવામાં આવ્યું છેકે જો ભારત અમેરિકા-ચીન વચ્ચેની બાબતથી દૂર રહેશે તો સારૂં રહેશે. 

ચીને ચેતવણીના સૂરમાં લખ્યું છેકે જો ભારત અમેરિકાનું ભાગીદાર બનીને ચીન વિરૂદ્ધ કંઈ પણ કરશે તો કોરોના મહામારી વચ્ચે આર્થિક પરિણામો ખૂબ જ ખરાબ આવશે. ભારત આ શીત યુદ્ધથી દૂર રહેશે તો જ બંને દેશ વચ્ચેના વ્યાપારિક સંબંધો બન્યા રહેશે. ચીને ભારત સાથેનો વ્યાપારિક સંબંધ વધુ સારો બનાવી રાખવો એ જ પોતાનું લક્ષ્ય છે તેમ પણ જણાવ્યું હતું. આ કારણે ચીન ભવિષ્યમાં પણ ભારતમાં ચાલી રહેલા આર્થિક સુધારા માટે બંને દેશ વચ્ચેના સંબંધોને સારા જાળવી રાખશે. 

વધુમાં ચીને પોતે એવી કોઈ પણ પરિસ્થિતિથી દૂર રહેવા ઈચ્છે છે જેમાં રાજકીય કારણથી ભારતને આર્થિક દુષ્પરિણામ ભોગવવા પડે તેવી ચેતવણી પણ આપી હતી. તથા આ કારણે મોદી સરકારે ભારત-ચીન વચ્ચેના સંબંધોને લઈ એક સકારાત્મક વિચારધારા સાથે આગળ વધવું જોઈએ તેવી સલાહ આપી હતી. ચીને ભારતને ફક્ત આર્થિક પરિણામો ભોગવવાની ચેતવણી જ નથી આપી પરંતુ સાથે જ કોરોનાના વધતા કેસ વચ્ચે લોકડાઉન હટાવવાને લઈ દિલ્હીની મજાક પણ ઉડાવી છે. 

આ તરફ અમેરિકાના પ્રસ્તાવને લઈ ચીનના સરકારી મીડિયાએ ચીન અને ભારતે સરહદ પરના વિવાદ મુદ્દે અમેરિકાની મદદની કોઈ જરૂર નથી તેમ પણ કહ્યું હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે