હવે સામાન્ય લોકો પાસેથી આર્થિક મદદ લેશે WHO, ફંડ એકઠુ કરવા નવા ફાઉન્ડેશનનું એલાન


જિનિવા, તા. 28 મે 2020 ગુરૂવાર

કોરોના વાઈરસ વિરૂદ્ધ સમગ્ર દુનિયામાં લડત ચાલુ છે. આ સ્થિતિને સંભાળવામાં વિફળ રહેવાના આરોપ વેઠી રહેલી વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે એક નવા ફાઉન્ડેશનનું એલાન કર્યુ છે. આ ફાઉન્ડેશન હેઠળ કોઈ મહામારી સામે લડવા માટે ફંડ એકત્ર કરવામાં આવશે. જેમા ના માત્ર મોટા દેશો પરંતુ સામાન્ય લોકો પાસેથી પણ મદદ લેવામાં આવશે.

WHOના ડાયરેક્ટર ટેડ્રોસે બુધવારે આની જાહેરાત કરી, આ એક સ્વતંત્ર સંગઠન હશે. જેમાં હાજર રીતથી અલગ હટીને ફંડિંગને એકઠુ કરવામાં આવશે.

અત્યારે WHOને દરેક સદસ્ય દેશ પોતાની તરફથી સહાયતા રાશિ આપે છે. તેના આધારે દુનિયામાં આવનારી મુશ્કેલીને લઈને WHO કોઈ પ્રકારની મદદ કરે છે. અમેરિકાએ WHOને આપવામાં આવતી સહાયતા રાશિ પર રોક લગાવી દીધી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ WHO પર કોરોનોના વાઈરસને ઓળખવામાં નિષ્ફળ હોવાનો આરોપ લગાવ્યો હતો અને ચીનનો સાથ આપીને ટીકા કરી હતી.

આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિએ WHOના ડાયરેક્ટરને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે 30 દિવસની અંદર સંગઠનમાં મોટા બદલાવ કરવાનુ કહ્યુ છે. નહીંતર અમેરિકા પોતાના ફંડને હંમેશા માટે બંધ કરી દેશે અને સંગઠનથી અલગ હોવા પર વિચાર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા દિવસોમાં WHO તરફથી નિવેદન આપ્યુ હતુ કે તેમનું હાજર બજેટ 2.3 બિલિયન ડૉલર છે. જે વૈશ્વિક સંસ્થાના હિસાબથી ઘણુ ઓછુ છે. આ સિવાય અમેરિકાનુ ફંડિંગ રોકાઈ ગયુ છે જેથી અમને વધારે ફંડિંગની જરૂર છે.

અમેરિકાના દબાવ બાદ કેટલાક અન્ય દેશોએ પણ WHOમાં બદલાવની અપીલ કરી છે સાથે જ ચીન વિરૂદ્ધ એક્શનની માગ કરી છે. આરોપ છે કે WHOને કોરોના વાઈરસ વિશે ડિસેમ્બરમાં જાણ થઈ ગઈ હતી પરંતુ તેમણે દુનિયાને જણાવ્યુ નહીં. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે