કોટનમાં 1,62,500 ગાંસડીના સાપ્તાહિક વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા ઘટયા

પ્રસંગપટ


-  ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ નેચરલ ગેસમાં ઘટાડોઃ સપ્તાહ દરમિયાન રૂ.૧,૨૦,૬૪૬ કરોડનું ટર્નઓવર

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ પર ૨૨થી ૨૮ મેના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં કુલ રૂ.૧,૨૦,૬૪૬.૨૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ સામે ચાંદીમાં ઉછાળો હતો. બિનલોહ ધાતુઓમાં તાંબુ અને નિકલ ઘટવા સામે સીસું અને જસત વધ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ ટકેલું હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદામાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઘટી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૧,૬૨,૫૦૦ ગાંસડીના સાપ્તાહિક વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા ઘટયા હતા. સીપીઓમાં સુધારાના સંચાર સામે એલચીમાં નરમાઈ હતી. મેન્થા તેલમાં બેતરફી વધઘટ વાયદાના ભાવમાં હતી.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૪૬૬ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૭,૧૫૦ અને નીચામાં રૂ.૪૫,૭૭૫ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.૪૬,૩૮૮ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧૭ (૦.૦૪ ટકા)ના સુધારા સાથે રૂ.૪૬,૪૦૫ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો જૂન વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૭,૯૩૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૬૭ (૦.૪૪ ટકા) ઘટી રૂ.૩૭,૬૭૧ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૩૮,૪૭૨ અને નીચામાં રૂ.૩૭,૩૭૮ બોલાયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો જૂન વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૭૨૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮ (૦.૧૭ ટકા) ઘટી બંધમાં રૂ.૪,૬૯૯ના ભાવ થયા હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪,૭૬૬ અને નીચામાં રૂ.૪,૬૪૬ બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૪૨૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૭,૧૫૦ અને નીચામાં રૂ.૪૫,૮૫૫ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૫૭ (૦.૧૨ ટકા)ની વૃદ્ધિ સાથે બંધમાં રૂ.૪૫,૮૫૫ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૪૭,૨૨૭ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૯,૦૦૦ અને નીચામાં રૂ.૪૬,૯૫૮ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.૪૭,૩૩૫ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૨૨૩ (૨.૫૮ ટકા) ઉછળી રૂ.૪૮,૫૫૮ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન વાયદો કિલોદીઠ રૂ.૪૭,૭૨૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૯,૩૬૩ અને નીચામાં રૂ.૪૭,૩૧૮ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૪૭,૭૨૬ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૧૯૯ (૨.૫૧ ટકા)ની ભાવવૃદ્ધિ સાથે રૂ.૪૮,૯૨૫ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઈક્રો જૂન વાયદો કિલોદીઠ રૂ.૪૭,૭૫૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૯,૪૭૨ અને નીચામાં રૂ.૪૭,૫૦૧ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૧,૨૦૬ (૨.૫૨ ટકા) વધી બંધમાં રૂ.૪૯,૦૨૩ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ જૂન વાયદો કિલોદીઠ રૂ.૪૧૩.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૦.૫૫ (૦.૧૩ ટકા) ઘટી રૂ.૪૧૫.૭૫ બંધ થયો હતો, જ્યારે નિકલનો જૂન વાયદો કિલોદીઠ રૂ.૯૩૬ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૩.૨૦ (૧.૪૦ ટકા) ઘટી બંધમાં રૂ.૯૩૦.૩૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો જૂન વાયદો કિલોદીઠ રૂ.૧૩૧.૭૦ ખૂલી, સપ્તાહના અંતે કોઈ ફેરફાર વગર રૂ.૧૩૨ના સ્તરે સ્થિર હતો. સીસું જૂન વાયદો રૂ.૧૩૧.૮૫ ખૂલી, સપ્તાહના અંતે ૪૫ પૈસા (૦.૩૪ ટકા) વધી રૂ.૧૩૨.૩૦ અને જસત જૂન વાયદો રૂ.૧૫૪.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૫૦ (૧.૬૧ ટકા) વધી રૂ.૧૫૭.૯૫ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો જૂન વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૨,૪૮૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨,૬૩૫ અને નીચામાં રૂ.૨,૩૭૫ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૧૯ (૦.૭૪ ટકા)ની વૃદ્ધિ સાથે બંધમાં રૂ.૨,૫૮૨ના ભાવ થયા હતા, જ્યારે નેચરલ ગેસનો જૂન વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૪૦.૧૦ ખૂલી, સપ્તાહના અંતે ૫૦ પૈસા (૦.૩૬ ટકા) ઘટી રૂ.૧૩૯.૯૦ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૧૫૦.૩૦ અને નીચામાં રૂ.૧૩૯.૩૦ બોલાયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાઓમાં ગાંસડીદીઠ રૂ.૧૨૦થી રૂ.૧૭૦ની રેન્જમાં ઘટાડો હતો. કોટનનો જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૫,૯૨૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૫,૯૫૦ સુધી જઈ, આગલા સપ્તાહનાં રૂ.૧૬,૦૦૦ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧૨૦ (૦.૭૫ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૧૫,૮૮૦ના સ્તરે બંધ થયો હતો.

કપાસનો એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૯૮૬ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૯૮૯ સુધી જઈ, આગલા સપ્તાહનાં રૂ.૯૮૭ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૪ (૦.૪૧ ટકા) ઘટી રૂ.૯૮૩ના સ્તરે બંધ થયો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે