અમિત શાહે લીધી વડાપ્રધાન મોદીની મુલાકાત, શું લાગુ થશે લોકડાઉન 5.0?


નવી દિલ્હી, તા. 30 મે 2020, શનિવાર

લોકોને કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીથી બચાવવા દેશવ્યાપી લોકડાઉન લાગુ છે. ચોથા તબક્કાના લોકડાઉનની સમય મર્યાદા વધારીને 31મી મે સુધીની કરી દેવાઈ હતી જે રવિવારે સમાપ્ત થશે. ત્યારે દેશમાં લોકડાઉનનો વધુ એક તબક્કો લાગુ કરવામાં આવશે કે નહીં તેને લઈ દેશવાસીઓ ભારે અવઢવમાં છે. જોકે હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉન 5.0ને લઈ કોઈ સત્તાવાર નિવેદન નથી આવેલું. 

ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉન સમાપ્તિના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાત લોક કલ્યાણ માર્ગ (પીએમ નિવાસ) ખાતે મુલાકાત લીધી હતી જેથી વધુ એક લોકડાઉનની અટકળો તીવ્ર બની છે. લોકડાઉન વધારવાનો પહેલો સંકેત ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતે શુક્રવારે આપ્યો હતો. તેમણે લોકડાઉનને વધુ 15 દિવસ લંબાવવાની માંગ કરી હતી. ગૃહમંત્રી સાથે વાત કર્યા બાદ સાવંતે કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે માટે 15 દિવસ લોકડાઉન વધારવાની જરૂર છે તેમ જણાવ્યું હતું. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉન 4.0ની સમાપ્તિને લઈ ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી. તેમણે લોકડાઉન લંબાવવા અંગે તમામ મુખ્યમંત્રીનો મંતવ્ય પણ જાણ્યો હતો. એક અહેવાલ પ્રમાણે વડાપ્રધાન મોદી રવિવારે મન કી બાત પણ કરશે અને લોકડાઉનને બે સપ્તાહ માટે લંબાવવામાં આવે તે લગભગ નિશ્ચિત છે. 

દેશમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ, પુણે, થાણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકાતામાં કોરોનાના દર્દીઓની સંખ્યા સોથી વધારે છે અને આ શહેરોમાંથી દેશના કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓના 70 ટકા કેસ મળી આવેલા છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો