વેક્સિન તૈયાર થઈ જશે પણ બની શકે કે કોરોનાનો કદી અંત જ ના આવેઃ રિપોર્ટ


વોશિંગ્ટન, તા. 29 મે 2020, શુક્રવાર

વિશ્વના તમામ દેશો હાલ કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે અને અનેક દેશોના વૈજ્ઞાનિક કોરોનાની વેક્સિન તૈયાર કરવા મથામણ કરી રહ્યા છે. પરંતુ વૈજ્ઞાનિકોના મતને રજૂ કરતા એક અહેવાલ પ્રમાણે વેક્સિન બની જશે ત્યારે પણ એચઆઈવી, ચિકનપોક્સ અને મીજલ્સ (ઓરી) વગેરેની જેમ કોરોના વાયરસનો કદી અંત ન આવે તેમ બની શકે છે. 

મહામારી રોગના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કોવિડ-19 લાંબો સમય સુધી ટકી રહેશે તે અમેરિકાના આગામી તબક્કાના મહામારી સંશોધન માટે મહત્વનું  હશે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે નોવલ કોરોના વાયરસ અમુક વસ્તુઓ પર ટકી રહેશે જેને તેઓ ભવિષ્યમાં ગણાવી શકશે. હાલ ચાર સ્થાનિક કોરોના વાયરસ અસ્તિત્વ ધરાવે છે અને અનેક નિષ્ણાંતોના મતે કોવિડ-19 પાંચમો હશે. 

શિકાગો વિશ્વવિદ્યાલયના ઈવોલ્યુશનરી જીવવિજ્ઞાની અને મહામારી નિષ્ણાંત સારા કોબેના કહેવા પ્રમાણે આ વાયરસ લાંબો સમય સુધી રહેશે. આ સંજોગોમાં આપણે તેના સાથે સુરક્ષિત કઈ રીતે રહી શકીએ છીએ તે એક સવાલ છે.

સારાના મતે આ મહામારી સામે લડવા માટે સતત પ્રયત્ન અને રાજકીય ઈચ્છાશક્તિની જરૂર છે. રોગ નિયંત્રણ અને નિવારણ માટેના કેન્દ્રના પૂર્વ નિદેશક ટોમ ફ્રીડેનના મતે હાલ આપણે પૂરતું ધ્યાન નથી આપી રહ્યા તેના કારણે ઝઝુમી રહ્યા છીએ. આપણે જે કરી રહ્યા છીએ તે ફક્ત ટૂંકા ગાળાના પગલાઓ જ છે. 

આપણે શું કરવું જોઈએ

ટોમે જણાવ્યું કે, લોકો સતત કયું એક પગલું ભરવું જરૂરી છે તેવા સવાલ કરી રહ્યા છે પરંતુ તેમના મતે જે એક કામ કરવાની જરૂર છે તે આપણે સમજવું જોઈએ કે અહીં ફક્ત એક જ મુદ્દો નથી. કોરોના સામે લડવા માટે આપણે વ્યાપક રણનીતિ ઘડવાની જરૂર છે. પરંતુ હાલ અમેરિકા સહિતના અન્ય દેશો કોઈ તાત્કાલિક અસર કરે તેવી રસી બનાવવા ઉતાવળા થયેલા છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો