અમેરિકાએ રચ્યો ઈતિહાસ, નાસાનું હ્યુમન સ્પેસ મિશન SpaceX લોન્ચ


વોશિંગ્ટન, તા. 31 મે 2020, રવિવાર

ખરાબ હવામાનના કારણે શુક્રવારે અમેરિકાને અંતરીક્ષ જગતમાં ઈતિહાસ સર્જવામાં અડચણ આવી હતી. પરંતુ આજે 31મી મેના રોજ અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાની ખાનગી કંપની સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટે બે અંતરીક્ષ યાત્રી સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે સફળતાપૂર્વક ઉડાન ભરી લીધી છે. ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા બે અંતરીક્ષયાત્રી રોબર્ટ બેહેનકેન અને ડગલસ હર્લે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે રવાના થયા છે. 

પૃથ્વીની કક્ષામાં પહોંચી કેપ્સ્યુલઃ ટ્રમ્પ

સફળ લોન્ચિંગ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, 'હું આ જાહેરાત કરતી વખતે ખૂબ જ રોમાંચિત છું કે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલ સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચી ગઈ છે અને આપણા અંતરીક્ષયાત્રી સુરક્ષિત-સ્વસ્થ છે. આ અમેરિકી મહત્વકાંક્ષાના એક નવા યુગની શરૂઆત છે.' પૂરા 9 વર્ષ બાદ અમેરિકા ઈતિહાસ રચવાની તૈયારીમાં હતું પરંતુ 27મી મેના રોજ ખરાબ હવામાનના કારણે હ્યુમન સ્પેસ મિશનને રોકવું પડ્યું હતું. 

ફાલ્કન રોકેટ ઉપર સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ લગાવવામાં આવ્યું હતું અને તેમાં સવાર બંને અવકાશયાત્રીએ અગાઉ પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની યાત્રા કરેલી છે. 

એલન મસ્ક છે સ્પેસક્રાફ્ટના માલિક  

સ્પેસએક્સ એ અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની છે અને તે નાસા સાથે મળીને ભવિષ્ય માટે અનેક અંતરીક્ષ મિશનો પર કામ કરી રહી છે. નાસાએ 9 વર્ષ બાદ પોતાનો કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ ફરીથી શરૂ કરી દીધો છે અને આ મિશનની સફળતા બાદ અમેરિકાએ પોતાના એસ્ટ્રોનોટ્સને અંતરીક્ષમાં મોકલવા માટે રશિયા અને યુરોપિયન દેશોની મદદ નહીં લેવી પડે. 

ISSમાં અંતરીક્ષયાત્રીઓ શું કરશે?

બંને અવકાશયાત્રી અંતરીક્ષમાં 110 દિવસ સુધી રહેશે. સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલ એકસાથે 210 દિવસ અંતરીક્ષમાં રહી શકે છે અને બાદમાં રિપેરિંગ માટે તેણે ધરતી પર આવવું પડશે. તે સમયે બંને અંતરીક્ષયાત્રીઓ પાછા આવશે અથવા સ્પેસ સ્ટેશનમાં રહેલા અન્ય બે અંતરીક્ષયાત્રીને તેમના બદલે ધરતી પર પરત મોકલશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો