કોરોનાનો હાહાકાર: છેલ્લા 24 કલાકમાં 372 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 16 હજાર નજીક , 20 દર્દીના મોત

ગાંધીનગર, 29 મે 2020 શુક્રવાર

ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમા કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 372 પોઝિટિવ કેસ નોંધાયા છે અને સાથે જ 20 દર્દીના મોત પણ થયા છે.

તે સાથે જ 608 દર્દી ડિસ્ચાર્જ પણ થયા છે. જે સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 8609 દર્દી સાજા થઈને પોતાના ઘર પર ગયા છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં આજે પણ 253 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં કુલ કેસ 15944

આજે 608 દર્દી ડિટ્ચાર્જ થયા

8609 દર્દી સાજા થયા છે

આજે વધુ 20 દર્દીના મોત થયા છે

અમદાવાદમાં આજે 253 પોઝિટિવ કેસ નોંધાયા છે

અમદાવાદમા 18 દર્દીના મોત

રાજ્યમા કુલ પોઝિટિવ કેસની સાથે આજે 68 લોકો વેન્ટીલેટર પર છે અને 6287 લોકો સ્ટેબલ છે. તે સાથે જ અત્યાર સુધીમાં 8609 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 980 લોકો મૃત્યુ પણ પામ્યા છે.

અમદાવાદમાં આજે નવા ૨૫૩ કેસ નોંધાયા છે, તેની સામે આજે અમદાવાદમાં સૌથી વધુ ૪૬૮ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. તે સાથે જ રાજ્યમા ગુણવત્તાસભર‍ અને સારી સારવારના પરિણામે કુલ ૮,૬૦૯ દદીઓ સાજા થયા છે.

રાજ્યમાં કુલ 608 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં 468, સુરત 35, કચ્છ 18, વડોદરા 18, ગાંધીનગર 12, મહેસાણા 10, અરવલ્લી 9, સાબરકાંઠા 8, ભરૂચ 5, દાહોદ 4, ગીર સોમનાથ 4, પાટણ 4, બનાસકાંઠા 3, નવસારી 3, ખેડા 2, પંચમહાલ 2, આણંદ 1, છોટા ઉદેપુર 1 અને રાજકોટમાં 1 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે.

ICMRની ગાઈડલાઈન પ્રમાણે ‍ ટેસ્ટ

રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ‍ ઉપરાંત ICMRની ગાઈડલાઈન પ્રમાણે જિલ્લાઓમાં કુલ ૨,૦૧,૪૮૧ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ‍૯૪૧૪.૬૫‍ ટેસ્ટ પ્રતિ મીલીયન‍ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 31 લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જે પૈકી 19 લેબોરેટરી સરકારી છે, જ્યારે૧૨ પ્રાઇવેટ લેબોરેટરીમાં પણ કોરોનાના પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે.

પંદર વર્ષીય પુત્રનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

સુરતના મહિધરપુરા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા જવાનના પંદર વર્ષીય પુત્રનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. ફાયર વિભાગના પરિવારમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.

તંત્ર દ્વારા ફાયર જવાન અને તેના પરિવારના સભ્યોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. તો પુત્રને આઇસોલેશન વોર્ડ હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અન્ય કર્મચારીઓએ સંપૂર્ણ બિલ્ડીંગ ક્વોરન્ટીન કરવાની માંગ કરતા ફાયરના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો