લોકપ્રિય જ્યોતિષી બેજન દારૂવાલાનું દુઃખદ અવસાન
અમદાવાદ, 29 મે 2020 શુક્રવાર
લોકપ્રિય જ્યોતિષી બેજન દારૂવાલાનું લાંબી માંદગી બાદ 89 વર્ષે અવસાન થયું છે. તેઓ ન્યુમોનિયાથી પીડિત હતા. આ અંગે તેમના પુત્ર નસ્તુરે સ્પષ્ટીકરણ આપ્યું હતું.
થોડા દિવસ પહેલાં જ તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને શ્વાસ લેવામાં તકલીફ જણાતી હતી.
ગત શનિવારના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી અફવા ફેલાઇ હતી કે બેજન દારૂવાલાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ પુત્ર નસ્તુર સાથે થયેલી વાતચીત અનુસાર તેમના પિતા ન્યુમોનિયા અને ફેફસાના ચેપથી પીડિત હતા, તેમને કોવિડ 19 નથી.
અમદાવાદમાં પારસી પરિવારમાં 11 જુલાઇ 1931ના રોજ જન્મેલા બેજન દારૂવાલાએ પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં જ લીધું હતું અને બાદમાં તેઓ અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા હતા. તેઓ લોકપ્રિય ચેનલો અને સમાચારપત્રોમાં જ્યોતિષ સંબંધી લેખો લખતા હતા.
પારસી હોવા છતાં તેઓ વિઘ્નહર્તા શ્રી ગણેશના પરમ ભક્ત હતા.
Comments
Post a Comment