લદ્દાખમાં ચીન સાથેનો તનાવ ઓછો થઈ રહ્યો નથી, ભારતે મોકલ્યા વધુ સૈનિકો

નવી દિલ્હી, તા.31 મે 2020, રવિવાર

ભારત અ્ને ચીન વચ્ચે લદ્દાખ મોરચે તનાવ યથાવત છે. બંને દેશોએ હાલના સરહદ વિવાદને શાંતિથી ઉકેલવા માટે ભલે નિવેદન આપ્યા હોય પણ જમીન પરની વાસ્તવકિતા અલગ જ છે.

ખંધા ચીનનો ભારત ભરોસો કરી શકે તેમ નથી. હાલમાં જે સ્થિતિ છે તેના કારણે ભારતીય સેના અને ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના બીજા પણ સેંકડો જવાનોને લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ તરફ રવાના કરવામાં આવ્યા છે. જ્યાં ભારત અ્ને ચીનની સેના પહેલેથી જ આમને સામને છે.

એવા અહેવાલો મળી રહ્યા છે કે, ચીન તરફથી જવાનોની એક આખી બ્રિગેડ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત ઘણો સરંજામ પણ આ જગ્યાએ ઉતારવામાં આવી રહ્યો છે. શરુઆતમાં ભારતે રિઝર્વ સૈનિકોને લદ્દાખ સીમા પર મોકલ્યા હતા હવે જમ્મુ કાશ્મીરમાં તૈનાત સૈનિકોને પણ લદ્દાખ રવાના કરાઈ રહ્યા છે.

આ એ જવાનો છે કે જે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટયા બાદ ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તૈનાત કરાયા હતા.હવે તેમને તેમના મૂળ યુનિટમાં પાછા બોલાવાઈ રહ્યા છે.

ચીન સાથેની 3400 કિલોમીટર લાંબી બોર્ડર પર સેનાની સાથે ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ સંયુક્ત રીતે નજર રાખે છે.

ભારતીય સેના બોર્ડર પર રસ્તા બનાવી રહ્યા છે અને ચીન તેનો વિરોધ કરી રહ્યુ છે. લદ્દાખના પેગોંગ વિસ્તારમાં 5 મેના રોજ બંને સેના આમને સામને આવી ગયા બાદ હવે આ વિસ્તારમાં બંને દેશો સૈનિકોનો ખડકલો કરી રહ્યા છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો