ભારત પાસે સરહદ વિવાદ ઉકેલવા માટે મજબૂત તંત્ર, ટ્રમ્પની મધ્યસ્થતાની જરૂર નથી : નિષ્ણાંતો
નવી દિલ્હી, તા. 28 મે 2020, ગુરુવાર
લદાખમાં ભારત-ચીન સરહદ વિવાદ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી બનવાના પ્રસ્તાવની નિષ્ણાંતોએ ટીકા કરી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ભારત અને ચીનની પાસે સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે મજબૂત તંત્ર છે અને તેમાં કોઇ પણ ત્રીજા પક્ષના હસ્તક્ષેપની કોઇ જરૂર નથી.
અમેરિકામાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત મીરા શંકરે કહ્યુ, ટ્રમ્પનો પ્રસ્તાવ અયોગ્ય છે. કદાચ તેઓ પ્રસ્તાવ મારફતે એક મહાન વક્તા તરીકે પોતાની ઓળખ બનાવવા માંગે છે. તેઓ મોટાભાગે આ પ્રકારના મુદ્દાઓમાં સામેલ થવાના પ્રયત્નો કરતા રહે છે. ત્યાર રશિયામાં ભારતનાં ભૂતપૂર્વ રાજદૂત પીએસ રાઘવને પણ મીરા શંકરની વાત પર ભાર મુકતા કહ્યુ કે ત્રીજા પક્ષની મધ્યસ્થતા હકિકતમાં જટિલ દ્વિપક્ષીય મુદ્દાઓને ઉકેલી શકે નહીં.
અમે પોતાના કોઇ પણ દ્વિપક્ષીય મુદ્દાઓના સમાધાન માટે ત્રીજા પક્ષને દખલ દેવા માટે નથી કહ્યું. અમે અમારા બંને પાડોશી દેશ (પાકિસ્તાન અને ચીન)ની સાથે મજબૂતીથી મુદ્દાઓ ઉકેલ્યા છે. અમારી પાસે તંત્ર અને કૉમ્યુનિકેશન બંને છે. અમે આ તંત્ર હેઠળ દ્વિપક્ષીય મુદ્દાઓનો ઉકેલ લાવી રહ્યા છીએ.
Comments
Post a Comment