કોરોના રેકોર્ડ બ્રેક : છેલ્લા 24 કલાકમાં 8380 નવા કેસ, 193 લોકોના મોત

નવી દિલ્હી, તા. 31 મે 2020, રવિવાર 

ભારતમાં કોરોના વાયરસના નવા દર્દીઓએ એકવાર ફરીથી રેકોર્ડ બ્રેક કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર છેલ્લા  24 કલાકમાં કોરોનાના 8380 નવા કેસ સામે આવ્યા છે અને 193 દર્દીઓ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. નવો કેસ સામે આવવાની સાથે જ દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,82,142 થઇ ગઇ છે. શુક્રવારે કોરોનાના 7,964 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 265 લોકોના મૃત્યુ થયા હતા. 

સ્વાસ્થ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર, દેશમાં કોરોનાના હવે 89995 એક્ટિવ કેસ છે. કોરોના મહામારીથી અત્યાર સુધીમાં 5164 દર્દીઓના મૃત્યુ થઇ ચુક્યા છે અને 86938 લોકો ઠીક થઇ ચુક્યા છે. કોરોના વાયરસથી સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત થઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 2,940 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 99 લોકોના મૃત્યુ થયા છે. નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 65,168 સુધી પહોંચી ગઇ છે. 

દેશમાં કોવિડ-19થી મૃત્યુ પામનાર લોકોમાં કુલ 5164 કેસમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવ્યા છે જેમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 2,197 છે, ત્યારબાદ ગુજરાતમાં 1007, મધ્ય પ્રદેશમાં 343, દિલ્હીમાં 416, પશ્ચિમ બંગાળમાં 309, ઉત્તર પ્રદેશમાં 201, રાજસ્થાનમાં 193, તમિલનાડુમાં 160, તેલગાંણામાં 77 અને આંધ્ર પ્રદેશમાં 60 કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 48 લોકોમા કોવિડ-19થી મૃત્યુ થયા છે, ત્યારે પંજાબમાં 44, જમ્મૂ કાશ્મીરમાં 28 લોકો મૃત્યુ પામ્યા છે. 

ગુજરાતમાં શનિવારે કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા એક હજારને પાર પહોંચી ગઇ છે અને સંક્રમણના 412 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો પણ 16,000 પાર પહોંચી ગયો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે આ મહામારીથી 27 લોકોના મૃત્યુ થવાથી મૃતકોની સંખ્યા વધીને 1,007 પહોંચી ગઇ છે. ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે રાજ્યમાં આ વાયરસથી સંક્રમણના 412 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 16,356 થઇ ગઇ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે