Lockdown 5.0: 30 જુન સુધી દેશમાં ફરી લોકડાઉન, કેન્દ્રએ જાહેર કરી નવી ગાઈડલાઈન
નવી દિલ્હી, તા. 30 મે 2020, શનિવાર
કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. લોકડાઉન 5.0ની ગાઈડલાઈન સરકારે જાહેર કરી દીધી છે. કન્ટેનમેન્ટ ઝોન બહાર સરકાર તરફથી તબક્કાવાર રીતે છૂટછાટ આપવામાં આવી છે.
નોંધનીય છે કે, આગામી 31મીથી દેશમાં લોકડાઉન 4.0ની મર્યાદા પૂર્ણ થાય છે. તેવામાં સરકારે આ લોકડાઉન વધાર્યું છે. લોકડાઉન 5.0 1લી જુનથી 30 જુન સુધી રહેશે. શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય સરકારે રાજ્યો પર છોડ્યો છે. હોટલ 8 જુનથી ખોલી દેવામાં આવશે અને રાત્રે 9 થી 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.
પહેલાં તબક્કામાં 8 જુનથી ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલને ખોલવાની મંજૂરી મળશે. જેના માટે અંગે સ્વાસ્થ્ય મંત્રાલય SOP(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર) જાહેર કરશે. બીજા તબક્કામાં શાળા-કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સંસ્થાઓ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા બાદ ખોલવામા આવશે. જ્યારે ત્રીજા તબક્કામાં અમુક ગતિવિધિ બંધ રહેશે જેમાં આંતર રાષ્ટ્રીય ફ્લાઈટ, મેટ્રો રેલનું સંચાલન, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પુલ, થિએટર, બાર અને ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ બંધ રહેશે, જે પરિસ્થિતિની સમિક્ષા બાદ તેમાં મંજુરી આપવામાં આવશે.
શું મળી છૂટછાટ
- નવો નિર્દેશ 1લી જુન 2020થી લાગૂ થશે અને 30 જુન સુધી રહેશે
- કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર તબક્કાવાર રીતે તમામ ગતિવિધિઓ શરૂ કરાશે
- પહેલાં તબક્કામાં ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ 8 જુન 2020થી ખોલવાની મંજુરી આપવામાં આવી. સ્વાસ્થ્ય મંત્રાલય તેના માટે SOP જાહેર કરશે
- બીજા તબક્કામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મંજુરી બાદ શાળા, કોલેજ ખોલવામાં આવશે
- સમગ્ર દેશમાં સિમિત સંખ્યામાં ગતિવિધિઓ પ્રતિબંધિત રહેશે. જેમાં આંતર રાષ્ટ્રીય ફ્લાઈટ, મેટ્રો રેલનું સંચાલન, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પુલ, થિએટર, બાર અને ઓડિટોરિયમ, એસેમ્બલી હોલનો સમાવેશ થાય છે.
Comments
Post a Comment