અમેરિકાના WHO સાથેના તમામ સંબંધોનો અંત: ડોનાલ્ડ ટ્રમ્પે કર્યુ એલાન


વૉશિંગ્ટન, તા. 30 મે 2020 શનિવાર

કોરોના મહામારીથી સૌથી વધારે ત્રસ્ત અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથેના તમામ સંબંધોને તોડવાનું એલાન કરી દીધુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે WHO પૂરી રીતે ચીનના નિયંત્રણમાં છે. WHO પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરવામાં નાકામ રહ્યુ અને અમેરિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથેના પોતાના સંબંધનો અંત લાવશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે ચીન WHOને એક વર્ષમાં 40 મિલિયન ડૉલર આપતુ હોવા છતાં પોતાના નિયંત્રણમાં રાખે છે જ્યારે અમેરિકા એક વર્ષમાં WHOને લગભગ 450 મિલિયન ડૉલરનું ફંડ આપે છે. WHOને સુધારાને લઈને જે ભલામણ કરવામાં આવી હતી તેને લાગુ કરાયુ નહીં જેથી અમેરિકા WHO સાથેના પોતાના સંબંધોનો અંત લાવશે.


અમેરિકાના નિશાને હતુ WHO

વિતેલા દિવસોમાં અમેરિકાએ WHOને આપવામા આવતા ફંડ પર રોક લગાવી દીધી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે WHO પર કોરોના વાઈરસને ઓળખવામાં નિષ્ફળ હોવાનો આરોપ લગાવ્યો હતો અને ચીનનો સાથ આપવાને લઈને ટીકા કરી હતી.

આ સાથે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે WHO ડાયરેક્ટને એક પત્ર લખ્યો જેમાં તેમણે 30 દિવસની અંદર સંગઠનમાં મોટા પરિવર્તન કરવાનું કહ્યુ હતુ. નહીંતર અમેરિકા પોતાના ફંડને હંમેશા માટે બંધ કરી દેશે અને સંગઠનથી અલગ થવા પર વિચાર કરી શકે છે.

અમેરિકા તરફથી સતત એ આરોપ લગાવાયો હતો કે WHOએ કોરોના વાઈરસ મામલે ઘોર બેદરકારી દાખવી અને સમગ્રરીતે ચીનનો પક્ષ લીધો. આ કારણથી દુનિયાને ભોગવવુ પડી રહ્યુ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો