ક્રિકેટર હાર્દિક પંડયા અને મોડેલ એક્ટ્રેસ નતાશાના ઘરે પારણું બંધાશે

વડોદરા,રવિવારે

ક્રિકેટર હાર્દિક પંડયાએ આજે સોશિયલ મિડિયા પર ગર્ભવતી નતાશાનો ફોટો શેર કરીને ફેન્સના આશીર્વાદ માગ્યા છે. તે સાથે હાર્દિકે બેબી સાવર એટલે કે શ્રીમંતની વિધિના ફોટો પણ શેર કર્યો છે. 

ફર્સ્ટ જાન્યુઆરીએ હાર્દિકે દુબઇમાં નતાશા સાથે સગાઇ કરી હતી


હાર્દિકે આ ફોટો સાથે કોમેન્ટ લખી છે કે 'નતાશા અને મારૃ જીવન ખુબ સારી રીતે વીતી રહ્યું છે અને હવે તે વધુ સારૃ થવા જઇ રહ્યું છે. અમે અમારી જીંદગીમાં થોડા સમયમાં જ એક નવી જીંદગીને આવકારવા માટે ઉત્સાહિત છીએ. અમે તમારા આશીર્વાદ તથા પ્રાર્થનાઓ સાથે રોમાંચિત છીએ જીંદગીના આ નવા તબક્કાની શરૃઆત કરવા માટે'

ઉલ્લેખનિય છે કે હાર્દિક પંડયા મુળ વડોદરાનો છે અને તેણે આ વર્ષના પહેલા દિવસે જ એટલે કે ફર્સ્ટ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ દુબઇ ખાતે એક વૈભવી યાચમાં  મોડેલ અને એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિચ સાથેના સંબંધોનો એકરાર કરી એંગેજમેન્ટની જાહેરાત કરી હતી જેમાં હાર્દિકની કોમેન્ટ હતી કે 'સ્ટાર્ટિંગ ધ યર વિથ માય ફાયરવર્ક' ઉલ્લેખનિય છે કે નતાશા મૂળ સર્બિયાની છે અને મુંબઇમાં રહે છે. સત્યાગ્રહ ફિલ્મથી તેણે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી જે બાદ તે બીગબોસમાં પણ દેખાઇ હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો