ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક 1110 નવા કેસ, 21ના મોત, 753 સ્વસ્થ થયાં

અમદાવાદ, તા. 26 જુલાઈ 2020, રવિવાર

રાજ્યમાં કોરોનાના એક દિવસમાં નોંધાતા પોઝિટિવ કેસોનો આંકડો આજે રેકોર્ડ બ્રેક આવ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસોનો આંક 1100 પાર થયો છે. કોરોના સંક્રમણ હવે ગામડાં સુધી પ્રસરી ગયું છે. જો કે રાજ્યમાં સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો રાહત આપનારો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1110 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 21 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2326 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 55,822 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 753 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1110 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 201 અને જિલ્લામાં 98 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 152 અને જિલ્લામાં 11 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 79 અને જિલ્લામાં 13 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 52 અને જિલ્લામાં 20 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 85 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 13,046 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 40,365 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2326 થયો છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન