આસામ-બિહારમાં પૂરથી સ્થિતિ વણસી 40 લાખ લોકો બેઘર

આસામમાં વધુ પાંચના મોત સાથે કુલ મૃત્યુઆંક 128ને પાર, કેન્દ્રની મદદની ખાતરી
બિહારના ચંપારણમાં રેસ્ક્યૂ કરાયેલી મહિલાએ એનડીઆરએફની બોટમાં જ બાળકીને જન્મ આપ્યો
આસામમાં બે મોટા પ્રાણી સંગ્રહાલયો ડૂબમાં, 10 ગેંડા સહિત 129 પ્રાણીઓના મોત
પટના/ગુવાહાટી, તા. 26 જુલાઇ, 2020, રવિવાર
એક તરફ દેશમાં કોરોના વાઇરસની મહામારી છે ત્યારે બીજી તરફ કેટલાક રાજ્યોમાં પૂરે તાંડવ મચાવ્યો છે. બિહાર અને આસામમાં સિૃથતિ વધુ કથળી ગઇ છે જેને પગલે આ બે રાજ્યોમાં જ કુલ 45 લાખ લોકોને માઠી અસર પહોંચી છે અને તેઓમાંથી અનેક લોકો ઘર વિહોણા થઇ ગયા છે.
દિવસે ને દિવસે પૂરને કારણે મૃત્યુઆંક પણ વધતો જાય છે. આસામમાં વધુ પાંચ લોકોના મોત નિપજ્યા છે જેને કારણે રાજ્યમાં મૃત્યુઆંક 128ને પાર પહોંચી ગયો છે.
બિહારમાં પણ સિૃથતિ કથળી છે, અહીં 11 જિલ્લામાં જળબંબાકાર છે અને અત્યાર સુધીમાં અનેક લોકોએ વિજળી પડવાની ઘટનામાં જીવ ગૂમાવ્યો છે. જ્યારે આસામમાં પણ પૂરને કારણે અત્યાર સુધીમાં 128 લોકોએ જીવ ગૂમાવ્યો છે.
આસામના ગોલપાડા વિસ્તારમાં સિૃથતિ વધુ કફોડી છે જ્યાં આશરે પાંચ લાખ લોકોને માઠી અસર પહોંચી છે. સિૃથતિ વધુ કથળતા કેન્દ્ર સરકારે પણ રેસ્ક્યૂ માટે વધુ ટીમ મોકલવાની ખાતરી મુખ્ય પ્રધાનને આપી છે.
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ સમગ્ર સિૃથતિ પર ધ્યાન રાખી રહ્યા છે અને બન્ને રાજ્યોનો રિપોર્ટ પણ તેમણે મગાવ્યો છે. આસામ અને બિહાર બન્ને રાજ્યોમાં અનેક નદીઓ ભયજનક સપાટી વટાવી ચુકી છે અને અનેક ગામડા ડુબી પણ ગયા છેે.
બિહારના ચંપારણમાં સિૃથતિ એટલી કથળેલી છે કે ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં પણ લઇ જવી મુશ્કેલ બની ગયું હતું. અહીં એક 25 વર્ષીય મહિલાએ એનડીઆરએફની રેસ્ક્યૂ બોટમાં જ બાળકીને જન્મ આપ્યો હતો.
આ મહિલાને તેના ઘરેથી જ રેસ્ક્યૂ કરવામાં આવી હતી બાદમાં બન્નેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સિૃથતિ સામાન્ય છે. બિહારમાં આશરે 21 જેટલી એનડીઆરએફ ટીમને તૈનાત કરાઇ છે જ્યારે આસામમાં આ આંકડો બમણો છે.
આસામ અને બિહાર બન્ને પૂરનો સામનો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ પડયો હતો. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સમગ્ર ઘટનાનો એરિયલ વ્યૂ લીધો હતો અને પરિક્ષણ કર્યું હતું. મંગળવાર અને બુધવારે ઉત્તરપશ્ચિમ રાજ્યોમાં પણ વરસાદ પડવાની આગાહી છે.
આસામમાં 23 જિલ્લામાં ત્રીસ લાખ જેટલા લોકોને પૂરની માઠી અસર પહોંચી છે, અહીં હજારો લોકોને રેસ્ક્યૂ કરીને રાહત કેમ્પોમાં રાખવામાં આવ્યા છે, આખા ગામ તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો રેસ્ક્યૂ નથી થઇ શક્યા તેઓ બોટ પર જીવન વિતાવી રહ્યા છે તેવી તસવીરો પણ સામે આવી હતી.
આસામમાં પ્રાણી સંગ્રહાલયો પણ આવેલા છે જ્યાં પૂરના પાણી ઘુસી ગયા હતા જેને પગલે અનેક ગેંડા સહિત આશરે 150 જેટલા પ્રાણીઓના મોત નિપજ્યા છે. ખાસ કરીને આસામના કાઝિરંગામાં પ્રાણીઓના મોતની સૌથી વધુ ઘટનાઓ સામે આવી રહી છે. કાઝિરંગા નેશનલ પાર્કમાં 129 પ્રાણીઓના મોત નિપજ્યા છે જ્યારે 157 પ્રાણીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
કાઝિરંગામાં 223માંથી 88 કેમ્પ ડુબી ગયા છે જ્યારે રાજીવ ગાંધી ઓરાંગ નેશનલ પાર્કમાં પણ 40માંથી 12 કેમ્પો ડુબી ગયા છે. આસામ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલયમાં આગામી 24 કલાકમાં હજુ પણ ભારેથી અતી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને પગલે તંત્ર એલર્ટ કરી દેવાયું છે.
બ્રહ્માપુત્રા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે જેને પગલે પણ પૂરની સિૃથતિ પેદા થઇ ગઇ છે. પૂર્વ ફૂટબોલ પ્લેયર બાઇચુંગ ભૂટિયાએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તાત્કાલીક આસામમાં આવેલા પૂરને નેશનલ ડિઝાસ્ટર જાહેર કરવામાં આવે અને રાહત ફંડને મોકલવામાં આવે.
Comments
Post a Comment