હવે રશિયાએ ચીનને આપ્યો ભારે મોટો આંચકો, આ મિસાઈલ સપ્લાય પર મુક્યો પ્રતિબંધ


મોસ્કો, તા. 27 જુલાઈ 2020, સોમવાર

ચીનને વધુ એક આકરા ઝાટકાનો સામનો કરવો પડ્યો છે. રશિયાએ જમીની સપાટીએથી હવામાં વાર કરી શકે તેવી S-400 મિસાઈલ મોકલવા પર હાલ પૂરતો પ્રતિબંધ મુક્યો છે. મતલબ કે હવે ચીનને પોતાની S-400 સિસ્ટમ માટે જરૂરી મિસાઈલ રશિયા પાસેથી નહીં મળે. ભારત સાથેના તણાવ વચ્ચે આ ચીન માટે ભારે મોટો આંચકો છે. જો કે ચીન આ વાતનો સ્વીકાર કરવા તૈયાર નથી. 

ચીની સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે 'રશિયાએ મિસાઈલના સપ્લાયને હાલ પૂરતો સસ્પેન્ડ કર્યો છે. અમુક અંશે એવું કહી શકાય કે તે ચીનના હકમાં છે કારણ કે હથિયારોની ડિલિવરીનું કામ ખૂબ જ જટિલ હોય છે.' વધુમાં લખવામાં આવ્યું હતું કે, 'ચીને પ્રશિક્ષણ માટે સૈન્ય કર્મચારીઓ અને ટેક્નિકલ સ્ટાફ મોકલવો પડે અને સામે રશિયાએ પણ હથિયારોને સેવામાં લાવવા મોટી સંખ્યામાં પોતાના તકનીકી કર્મચારીઓને બેઈજિંગ મોકલવા પડેત જે વર્તમાન સમય માટે ખૂબ મુશ્કેલ કામ છે.'

રશિયા દ્વારા મિસાઈલનો પુરવઠો સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યાર બાદ ચીન તરફથી એવું નિવેદન સામે આવ્યું કે, રશિયાએ મજબૂરીવશ આ નિર્ણય લીધો છે કારણ કે રશિયા નથી ઈચ્છતું કે કોરોના વાયરસનો સામનો કરવામાં લાગેલી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનું ધ્યાન ભટકે. એક સૈન્ય રાજદ્વારી સૂત્રએ રશિયાની ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, 2018માં ચીનને S-400 મિસાઈલની પહેલી બેચ મળી હતી. 

S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ રશિયામાં આ પ્રકારની સૌથી ઉન્નત પ્રણાલી ગણાય છે. તે 400 કિમીની દૂરી અને 30 કિમીની ઉંચાઈ સુધી લક્ષ્યને નષ્ટ કરવા માટે સક્ષમ છે. રશિયાએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તાજેતરમાં જ તેણે ચીન પર જાસૂસીનો આરોપ લગાવેલો. બંને દેશ વચ્ચે ઘણા લાંબા સમયથી સારા સંબંધો છે તેમ છતાં રશિયાએ ચીન પર જાસૂસનો આરોપ મુક્યો હતો. 

એક અહેવાલ પ્રમાણે રશિયન અધિકારીઓએ સેન્ટ પિટસબર્ગ આર્કટિક સોશિયલ સાયન્સિઝ એકેડમીના અધ્યક્ષ વાલેરી મિટ્કોને ચીનને કેટલાક ગુપ્ત દસ્તાવેજ સોંપવા મામલે દોષિત ઠેરવ્યા હતા અને ત્યાર બાદ બંને દેશ વચ્ચે અમુક હદે તણાવ જણાઈ રહ્યો છે. 

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો