કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઇ


અમદાવાદ, તા. 28 જુલાઈ 2020 સોમવાર 

આજરોજ વહેલી સવારે કચ્છમાં લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે આશરે 3.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેને લઇને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. 

જો કે કોઇ જાનહાનિ કે કોઇપણ બીજા પ્રકારના નુકસાન અંગેના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી.રાજ્યના કચ્છ વિસ્તારમાં આજરોજ વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અંજારના દૂધઇથી 21 કિલોમીટર દૂર ઉત્તરે નોંધાયું છે. 

આ અગાઉ કચ્છમાં 23મી જુલાઇના રોજ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિકટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઇ હતી. આ ભૂકંપનું કેન્દ્ર  બિંદુ ભચાઉથી 23 કીમી દૂર નોંધાયું હતુ. 

ઉલ્લેખનીય છે કે 16 જુલાઇના રોજ સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વહેલી સવારે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, ચોટીલા, ગોંડલમાં ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 4.8 રિકટર સ્કેલની હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 22 કિલોમીટર દૂર નોંધાયું હતું.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન