કોરોનાનો ભરડોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 પોઝિટિવ કેસ, 15 ના મોત

અમદાવાદ, તા. 24 એપ્રિલ 2020, શુક્રવાર

જેમાંથી અમદાવાદમાં 169, સુરતમાં 6, વડોદરામાં 5, ગાંધીનગર 1, ભાવનગર 2, બોટાદ 1, પંચમહાલ 3 અને વલસાડમાં 1 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2815 થઈ ગઈ છે. જેમાંથી 29 વેન્ટિલેટર પર છેઅને 2394 લોકો સારવાર લઈ રહ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 1824 કેસ નોંધાયા છે. 265 લોકોને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ
અમદાવાદએ ગુજરાતભરમાં કોરોનાનું હોટસ્પોટ બન્યુ છે. કારણ કે, અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1650 ને પાર થઈ ગઈ છે.

સાંજે સુરતમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા
સાંજે 6 વાગ્યે સુરતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. વડોદરાના પાછળ મૂકીને સુરતમાં દરરોજ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે આજે સાંજે સુરતમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. જેથી હવે સુરતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 471 પર પહોંચી ગઈ છે. જેમાંથી સુરત શહેરના 455 કેસ, જિલ્લાના 16 કેસનો સમાવેશ થાયે છે. સાથે જ સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 14 લોકોના મોત થયા છે અને 16 લોકો સાજા થઈને પોતાના ઘરે પણ પરત ફર્યા છે.

તબીબો, પોલીસકર્મીઓ પણ બાકી રહ્યા નથી
વકરતા કોરોનાના સંક્રમણથી કોરોના વોરિયર્સ એવા તબીબો, પોલીસકર્મીઓ પણ બાકી રહ્યા નથી. ત્યાકે અમદાવાદમાં 41 પોલીસકર્મીઓ સહિત કુલ 67 જવાનોને કોરોના સંક્રમણ પોઝિટિવ છે. તદઉપરાંત 18 તબીબો,10 પેરામેડિકલ સ્ટાફ સહિત મહાપાલિકાના 70 જેટલા કર્મચારીઓ અત્યાર સુધી કોરોનાનો ભોગ બન્યા છે. અમદાવાદમાં જો ફ્રન્ટલાઈન વોરિયર્સના પોઝિટિવ કેસની વાત કરીએ તો પોલીસમાં 66 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે અને કોર્પોરેશનના 70 કેસ પોઝિટિવ આવતા કુલ 136 જેટલા સરકારી કર્મચારીઓ પોઝિટિવ કેસના ભોગ બન્યા છે.

અમદાવાદમાં 31 મે સુધી આઠ લાખ કેસ થઈ શકે છે
અમદાવાદમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા અમદાવાદમાં 31 મે સુધી આઠ લાખ કેસ થઈ શકે છે છે તેવું મ્યુનિસપલ કમિશનર વિજય નહેરાએ નિવેદન આપ્યું છે. વિજય નહેરાએ કહ્યું છે કે, 17 એપ્રિલે કોરોનાના 600 કેસો હતા જે 20 એપ્રિલે વધીને 1200 થઇ ગયા છે. દર ત્રીજા દિવસે કેસો ડબલ થઇ રહ્યા હતા. કેસના ડબલ રેટ પ્રમાણે 15 મે સુધીમાં 50 હજાર કેસો થશે. અમદાવાદમાં જે ચાર દિવસમાં કેસ બમણા થાય છે તેના ઉપર કાબુ મેળવીને સાત આઠ દિવસ સુધી ખેંચી શકાય તેવા પ્રયાસ અમે કર્યા છે.

15 મે સુધીમાં 8 હજાર
વિજય નહેરાએ કહ્યુ કે, આપણે ત્રીજી તારીખ સુધી કોરોનાના કેસ ડબલ થવાનો રેટ જેટલો ઓછો થાય તેનો પ્રયત્ન કરવો પડશે. લોકોએ સાવધાન રહેવું પડશે નહીં તો કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો મહાપાલિકાએ ટાર્ગેટ લગાવ્યો છે. જો આ લક્ષ્યાંક હાંસલ થાય તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસના ડબલિંગ રેટ સુધી પહોંચીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે.

જો 3 મેના રોજ લોકડાઉન ખોલ્યું તો કેસમાં વધારો થશે
વિજય નેહરાનું આ નિવેદન જ સ્પષ્ટ ઈશારો કરે છે કે, જો ત્રીજી મેના રોજ લોકડાઉન ખુલ્લું કરવામાં આવશે તો કોરોનાના કેસોમાં જોરદાર વધારો થશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. લોકોમાં જાગૃતતા જરૂરી છે. હાલ સરકાર શક્ય એટલા તમામ પ્રયાસો કરી રહી છે. જો કેસોમાં વધારો થશે તો અમદાવાદની સ્થિતિ અત્યંત ખરાબ થઇ જશે. અમદાવાદએ ગુજરાતભરમાં કોરોનાનું હોટસ્પોટ બન્યુ છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા સોળસો પચાસને પાર થઈ છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો